‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; નહીં તો ના બને આવું,’ બોલી માતા ફરી રડી. (ગ્રામ્ય માતા) ધરા કહેતાં ધરતી રસહીન થવાનું કારણ રાજાની દયાહીનતા છે એવું જણાવતી આ જાણીતી કાવ્યપંકિતઓથી જાણીતા ‘ગ્રામ્યમાતા’ એ કલાપીના કાવ્યનું મૂળ નામ તો ‘શેલડી’ હતું.
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; નહીં તો ના બને આવું,’ બોલી માતા ફરી રડી. (ગ્રામ્ય માતા) ધરા કહેતાં ધરતી રસહીન થવાનું કારણ રાજાની દયાહીનતા છે એવું જણાવતી આ જાણીતી કાવ્યપંકિતઓથી જાણીતા ‘ગ્રામ્યમાતા’ એ કલાપીના કાવ્યનું મૂળ નામ તો ‘શેલડી’ હતું.
‘ઘર તજી ભમું હું દૂર સ્વજનહીન ઉર ભરાઇ આવે’ ગણગણતો નવીનચંદ્ર સુવર્ણપુરનો અતિથિ થઇને વહાણમાંથી ઉતરે છે ત્યાંથી નવલકથા શરૂ થાય છે. લોકો નગર ભણી વળતા હતા પણ એ એક બીજી દિશાએ ‘રાજેશ્વરના મંદીરે’ પહોંચે છે અને ત્યાં પૂજારી મૂર્ખદત્તનો મેળાપ થાય છે. આ નવીનચંદ્ર બોલ્યા વગર જોઇ શકે છે. કાને સાંભળેલું મનમાં રાખી શકે છે.
ગુજરાતી સાહિત્યમાં વાસ્તવિક અનુભવને કથારૂપે કલાઘાટ મળ્યો હોય તેવી કેટલીક ઉત્તમ નવલકથાઓમાં 'માનવીની ભવાઈ' ખાસ ધ્યાન ખેંચે છે. નાયક કાળુનો બાપ વાલો ડોસો કહે છે, ' ખેતી એ તો માનવીની ભવાઈ.'
નળ-દમયંતીની કથા ન જાણતો હોય તેવો ગુજરાતી હોય? સંસ્કૃતના છવ્વીસ કાવ્યો, એકવીસ નાટકો, મહાભારત અને બૃહત્કથામાં, પ્રાકૃત, અપભ્રંશ ઉપરાંત તમિળ,તેલુગુ,ફારસી,અંગ્રેજી,જર્મન,રશિયન વગેરે ભાષામાં અને ગુજરાતીમાં વીસેક ઉપરાંત કવિતા રૂપે એ મળે છે. છેલ્લાં બે હજાર વર્ષથી લિખિત સ્વરૂપે એ પ્રાપ્ત છે.
‘સુદામા ચરિત’ ની વાર્તા જાણીતી છે. મહાભારત, ભાગવત, નરસિંહ મહેતા. સોમ, ભાલણ વગેરેએ પોતાની રીતે તેને રજૂ કરી છે. પ્રેમાનંદની રજૂઆત આ બધા કરતાં શા માટે વધું ચિરંજીવ યાદગાર છે, એનાં થોડાં કારણો છે.
‘પ્રભુથી સહુ કંઇ થાય છે, અમથી થાય ન કાંઇ રાઇનો પર્વત કરે, પર્વતનો વળી રાઇ.’ એવી અડગ પ્રભુશ્રધ્ધાને રજૂ કરતું ગુજરાતી સાહિત્યનં યાદગાર નાટક ‘રાઇનો પર્વત’ ઇ.સ. 1913માં પ્રગટ થયેલું.
“માધવ ક્યાંય નથી થી શરૂ થઈ ‘માધવ ક્યાંય નથી?” એવા પ્રશ્ન સાથે પુરી થતી સ્વ. હરીન્દ્ર દવેની નવલકથા ‘કૃષ્ણતત્વ’ને ‘ધર્મતત્વ’ને અથવા ‘શુભ-સત્યતત્વ’ સાથે સાંકળે છે.
© Yogendra Vyas. All Rights Reserved.